Friday, September 22, 2006

Debate on India's National Anthem

Many people have suggested that the Indian National Anthem "Jana Gana Man Adhinayak" should be replaced by "Vande Mataram" as the former, composed by Nobel Prize winner Indian Poet Rabindranath Tagore, was composed as eulogy to King George V on his visit to Colony 75 years ago. I am suggesting a better alternative to Vande Mataram... (in Gujarati). But, please hear this song first... here ... and read about it here.




read more | digg story

Monday, September 11, 2006

સહુ ચલો જીતવા જંગ

યાહોમ!

સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
યાહોમ કરીને પડો ફતેહ છે આગે

કવિ નર્મદનું ના ભુલાય એવુ‍ આ ગીત...
ફરી એક વાર સ્વ. અજિત શેઠ અને સંગીત ભવન ટ્રસ્ટનું સર્જન.


Upload music at Bolt

Sunday, September 10, 2006

Narmad : કવિ નર્મદ

"પગલાં ભરવા માંડો રે હવે નવ વાર લગાડો રે..."

ગુજરાતના આદ્ય કવિ નર્મદની આ રચનાનું સ્વરાંકન સ્વ.અજિત શેઠનું છે અને ગાયકો સંગીત ભવન ટ્રસ્ટના છે.


Upload music at Bolt.

Thursday, July 13, 2006

Rajendra Shah --- રાજેન્દ્ર શાહ

જયતુ જયતુ પૂણ્ય ભારત !

આ ગીત ગુજરાતના શ્રેષ્ઠ ગીતકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શાહની જરા ઓછી પ્રચલિત પણ જાજરમાન રચના છે.

કોઇ સંવેદનશીલ માણસ ભારતની ઓળખ આપતું ગીત માંગે તો હું બેધડક આ ગીત સામે ધરું.

ભારતના રાષ્ટ્રગીત 'જમ ગણ મન અધિનાયક'ને સ્થાને નવી રચનાની માગણી કરતા લોકોને હું આ ગીત સાંભળીને પછી જ 'વન્દે માતરમ' વિષે વિચારવા કહું. વન્દે માતરમ સામે મને કોઇ વિરોધ નથી (મને ગમે પણ છે)...પણ એ રાષ્ટ્રવાદના અતિરેક અને આયાસવાળી રચના છે. જ્યારે રાજેન્દ્ર શાહનું આ ગીત ઉદ્દાત, સાત્વિત, આહ્‍લાદક, લયાતુર અને પ્રેમ ભર્યું ગીત છે. કોઇને પણ ગાવાનું, સાંભળવાનું અને સંભળાવવાનું મન થાય એવું.

કવિ દેશભકિતનો પ્રયાસ નથી કરતા. માત્ર આનંદના અતિરેકમાં એનું પૂણ્યગાન કરે છે.

કવિ ભારતનું વર્ણન કરતા કહે છે: જય નિખિલ વ્યાપ્ત પ્રચંડતામય નિત્ય નૂતન પર્વ હે!... વાહ!... આવા શબ્દો પાસે તો કવિવર ટાગોર પણ ઝૂમી ઉઠે.

અહીં સ્વ. અજીત શેઠ (ગુજરાતના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક) અને તેમના કોરલ વૃંદ સંગીત ભવન ટ્રસ્ટ દ્વાર સ્વર નિયોજીત રચના રજૂ કરું છું.


Upload music at Bolt.

Thursday, July 06, 2006

ગુજરાતી કવિતાનુ‍ નવું ઘર

ગુજરાતી કવિતાએ પોતાનું નવું ઘર બનાવ્યું છે.

નિર્વિવાદ રીતે 'વેબલોક'માં તો આ સાઈટ ગુજરાતી કવિતાનુ‍ આ પહેલું અને કાયમી સ્થાન હશે... એટલે કે કવિ અને કવિતા અને માત્ર કવિ અને કવિતા વિશે આ પ્રથમ વેબ સાઈટ છે.

જુઓ આ નવી વેબસાઈટ 'કાવ્યોત્સવ'

[ખાસ નોંધ: કાવ્યોત્સવ હજી 'બીટા' સ્ટેજમાં છે. તેના સંપૂર્ણ સ્વરૂપમાં જુલાઇ માસના અંત સુધી આપની સમક્ષ પ્રગટ થશે. ત્યાં સુધી ખામીઓ, ત્રૂટિઓ અને ક્ષતિઓને નજરઅંદાજ કરવા વિનંતી છે. વાચકો દ્વાર ઉમેરા, સુધાર અને એકાઉન્ટ ક્રિએશન હાલ પુરતા બંધ છે. આપની પ્રતિક્રિયાઓ અને સુચનો આ વેબ સાઈટ પર અથવા મને "hemangkris@gmail.com" પર મોકલવા વિનંતી છે.]

કાવ્યોત્સવ એ નવી દૂનિયા, નવી અનુભૂતિની વેબ સાઇટ છે. તે આપણા માનવહોવાનો ઉત્સવ છે. કાવ્યોત્સવ આધુનિક પણ માનવીય અનુભૂતિ માટેની એક અંક બારી(ડિજીટલ વિન્ડો) બનવાનું ધ્યેય રાખે છે.

કાવ્યોત્સવ સહિયારી (કોલોબોરેટેવ) વેબ સાઇટ છે. કોઇ પણ વ્યક્તિ કોઇ પણકવિતા કે ટિપ્પણ આ વેબ સાઇટ પર પ્રગટ કરી શકે છે. અહીં માત્ર કોઇક એકસંપાદક કે કોઇક એક જૂથને ગમતી કવિતાઓ રજૂ કરવાની ઇચ્છા નથી, પણ કવિતાનારચયિતાઓ અને ચાહકો બંને સહજ રીતે મળી શકે અને રસાસ્વાદ કરી શકે એ એનો હેતૂછે. હા, અહીં નવા કવિઓ એટલે કે છેલ્લા એકાદ દાયકામાં લખતા થયેલા કેગ્રંથસ્થ થયેલા કવિઓને પ્રાધાન્ય ચોક્કસ મળશે.

તમે કવિ હો કે વાચક, કાવ્યોત્સવના માનદ સંપાદક બની શકો છો. તમારીપોતાની રચના કે તમને ગમતી કોઇપણ રચના થોડી પળોની મહેનત લઇ કાવ્યોત્સવ પરરજૂ કરી શકો છો.

કાવ્યોત્સવ મુખ્યત્વે વેબ પેજના ડિજીટલ લખાણ દ્વારા ગુજરાતી કવિતાનેશાશ્વત જીવન આપવાનો પ્રયાસ છે. કાવ્યોત્સવ કવિને પુસ્તક અને પ્રાકશકોનાબંધનમાંથી મુક્ત કરી અને બહોળા ચાહક વર્ગ સુધી લઇ જશે.

Saturday, February 18, 2006


કાર્યક્રમની પરિકલ્પના વિશે કહી રહેલા હેમાંગ પ્રમોદ તન્ના. તેમની જમણે કવિ સંજય પંડ્યા, બાલબારતીના મંત્રીઓ ધર્માંશુ મર્ચંટ અને રમીલા તન્ના તથા ધીરુબહેન પટેલ

જાદુગર ખડખડસેન બનેલા અક્ષય મકવાણા અને તેના જંબુરા તરીકે મયુર સચદેવ.


પટેલ અને પટલાણીની ભૂમિકામાં મયંક ગઢિયા અને ઋષિકા ગોસ્વામી


બાળકમાં છુપાયેલા શિલ્પની વાત કરતા સાહિત્યકાર શ્રી દિનકર જોશી.


બાળકો અને અતિથિઓને નાટકનું મહત્વ કહી રહેલા નવલકથાકાર ધીરુબહેન પટેલ.

Lighting the Lamp


દીપપ્રાગટ્ય કરી રહેલા ભાગવત કથાકાર લાભશંકરભાઇ ઓઝા, દિનકર જોશી, ધીરુબહેન પટેલ, રમીલા તન્ના અને હેમાંગ તન્ના.


બાલભારતીના સુવર્ણજયંતી વર્ષ પ્રસંગે ધીરુબહેન પટેલ લિખિત નાટક ગગનચાંદનું ગધેડું ભજવી રહેલા બાળકલાકારો. ડાબેથી અબજુશેઠની ભૂમિકામાં જય પારેખ, ઝૂલાના પાત્રમાં જીનલ ડોડિયા, ઉલા તરીકે અંજલી ચાંપાનેરી અને ગગનચાંદ બનેલી માનસી દેસાઇ.

Monday, February 13, 2006

Gaganchand Nu Gadhedu

ગગનચાંદનું ગધેડું

બાલભારતી કાંદિવલીના બાળકોએ ભજવ્યું ધીરુબહેન પટેલ લિખિત નાટક ગગનચાંદનું ગધેડું.

બાળક જેવા બનીએ અને બાળકની દુનિયામાં પ્રવેશીએ ત્યાર બાદ જ બાળસાહિત્યનું સર્જન શક્ય બને છે. મારું આ બાળનાટક ગગનચાંદનું ગધેડું લખાયા બાદ વર્ષો સુધી એની પ્રત ખૂણામાં પડી રહી, કદાચ પસ્તીમાં પણ જાત... પણ એક સ્વજનના આગ્રહથી એ નાટક છપાયું અને બાળકોમાં પ્રિય પણ થયું! લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, વાર્તાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે હાલમાંજ બે વર્ષની કારકિર્દી પૂરી કરનાર લેખિકા ધીરુબહેન પટેલે આમ કહ્યું હતું.

તેઓ મુંબઇના કાંદિવલીની બાલભારતી સંસ્થાની સુવર્ણજયંતીની ઉજવણી પ્રસંગે ભજવાયેલ તેમના બાળનાટક ગગનચાંદનું ગધેડુંના પ્રયોગ દરમિયાન અતિથિવિશેષ તરીકે બોલી રહ્યાં હતાં. બાલભારતીના અઢાર બાળકોએ આ નાટક ભજવ્યું ત્યારે પ્રેક્ષકોમાં ધીરુબહેન પટેલ ઉપરાંત જાણીતા સર્જકો દિનકર જોશી, વિઠ્ઠલ પંડ્યા, જયંતી એમ. દલાલ, પ્રિયકાંત પરીખ, બકુલ રાવળ, વાર્તાકાર મિનાક્ષીબેન દિક્ષીત, ઇન્દુબહેન કે. ડી. મહેતા, કવિ મહેશ શાહ, કેળવણીકાર ભાલચંદ્રભાઇ ત્રિવેદી અને જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ હાજરી આપી હતી.

ધીરુબહેને કહ્યું કે બાળકો નાટકની તૈયારી કરે છે એ જ એક બહુ મોટી સિધ્ધિ છે. કારણકે નાટક એ એક અદભુત ક્રિયા છે. નાટકની તૈયારી કરતાં કરતાં જ બાળકો બહુ બધું શીખી લ્યે છે અને મેળવી લ્યે છે. બાળકો પોતાની મેળે ઘણું બધું નવું વિચારી શકે અને કરી શકે છે.

અતિથિ શ્રી દિનકરભાઇ જોશીએ કહ્યું કે પથ્થરમાંથી નકામો કચરો કાઢીનાખો એટલે એની અંદર રહેલી મૂર્તિ આપોઆપ દેખાઇ આવે છે. આ કામ કોઇ શિલ્પકાર જ કરી શકે. બાળકોમાં પણ અદભૂત શક્તિઓ છુપાયેલી હોય છે અને એની આસપાસ રહેલો કચરો દૂર થતાં એમની અંદર રહેલી રચનાત્મકતા ખીલી ઉઠે છે. આ સંસ્થાના સ્થાપક પ્રમોદભાઇ તન્ના આવા જ એક શિલ્પી હતા એનો મને પોતાને વ્યક્તિગત અનુભવ છે.

નવલકથાકાર શ્રી દિનકરભાઇએ પમોદભાઇ તન્ના સાથેના પાંચ દાયકા પૂર્વેના સંસ્મરણો તાજા કર્યાં હતાં. શિક્ષણ સિવાયની પ્રવ્રૂત્તિ બાળક માટે નવા વિશ્વની બારી ઉઘાડી આપે છે એની તેમણે વાત કરી હતી અને સંસ્થાની પ્રવ્રૂત્તિઓને બીરદાવી હતી.

પ્રથમ વાર મંચ પર રજૂ થતાં આ નાટકના બાળ અભિનેતાઓના દિગ્દર્શનની જવાબદારી જિમીત મલ અને નિખિલ જોષીએ નિભાવી હતી. પ્રતિમા પંડ્યાએ નિર્માણ અને દિગ્દર્શન સહાયક તરીકે પોતાનું યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમની પરિકલ્પના તૈયાર કરનાર હેમાંગ પ્રમોદ તન્નાએ કહ્યું કે ગગનચાંદનું ગધેડું નાટકમાં એમ પાત્ર કહે છે જેને આવડે તેને તો સહુ શિખવાડી શકે પણ જેને ના આવડતું હોય એને પણ શિખવાડી શકે એને જ ખરો જાદુગર કહેવાય. અમે ક્યારેય મંચ પર ઉભા ન થયા કે નાટ્યની તાલીમ પણ ક્યારેય લીધી હોય અને વર્ગમાં પણ બોલવામાં ખંચકાટ અનુભવતા હોય એવા બાળકો પાસે માત્ર 23 દિવસમાં આ નાટક તૈયાર કરાવીને અવો જ જાદુ કરવાનો પ્રયાસ કર્યો છે.

કાર્યક્રમનું સંચાલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું. બાલભારતીના માનદ મંત્રી ધર્માંશુભાઇ મર્ચંટે અતિથિઓનું સ્વાગત કર્યં હતું.