જયતુ જયતુ પૂણ્ય ભારત !
આ ગીત ગુજરાતના શ્રેષ્ઠ ગીતકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શાહની જરા ઓછી પ્રચલિત પણ જાજરમાન રચના છે.
કોઇ સંવેદનશીલ માણસ ભારતની ઓળખ આપતું ગીત માંગે તો હું બેધડક આ ગીત સામે ધરું.
ભારતના રાષ્ટ્રગીત 'જમ ગણ મન અધિનાયક'ને સ્થાને નવી રચનાની માગણી કરતા લોકોને હું આ ગીત સાંભળીને પછી જ 'વન્દે માતરમ' વિષે વિચારવા કહું. વન્દે માતરમ સામે મને કોઇ વિરોધ નથી (મને ગમે પણ છે)...પણ એ રાષ્ટ્રવાદના અતિરેક અને આયાસવાળી રચના છે. જ્યારે રાજેન્દ્ર શાહનું આ ગીત ઉદ્દાત, સાત્વિત, આહ્લાદક, લયાતુર અને પ્રેમ ભર્યું ગીત છે. કોઇને પણ ગાવાનું, સાંભળવાનું અને સંભળાવવાનું મન થાય એવું.
કવિ દેશભકિતનો પ્રયાસ નથી કરતા. માત્ર આનંદના અતિરેકમાં એનું પૂણ્યગાન કરે છે.
કવિ ભારતનું વર્ણન કરતા કહે છે: જય નિખિલ વ્યાપ્ત પ્રચંડતામય નિત્ય નૂતન પર્વ હે!... વાહ!... આવા શબ્દો પાસે તો કવિવર ટાગોર પણ ઝૂમી ઉઠે.
અહીં સ્વ. અજીત શેઠ (ગુજરાતના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક) અને તેમના કોરલ વૃંદ સંગીત ભવન ટ્રસ્ટ દ્વાર સ્વર નિયોજીત રચના રજૂ કરું છું.
No comments:
Post a Comment