Thursday, July 13, 2006

Rajendra Shah --- રાજેન્દ્ર શાહ

જયતુ જયતુ પૂણ્ય ભારત !

આ ગીત ગુજરાતના શ્રેષ્ઠ ગીતકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શાહની જરા ઓછી પ્રચલિત પણ જાજરમાન રચના છે.

કોઇ સંવેદનશીલ માણસ ભારતની ઓળખ આપતું ગીત માંગે તો હું બેધડક આ ગીત સામે ધરું.

ભારતના રાષ્ટ્રગીત 'જમ ગણ મન અધિનાયક'ને સ્થાને નવી રચનાની માગણી કરતા લોકોને હું આ ગીત સાંભળીને પછી જ 'વન્દે માતરમ' વિષે વિચારવા કહું. વન્દે માતરમ સામે મને કોઇ વિરોધ નથી (મને ગમે પણ છે)...પણ એ રાષ્ટ્રવાદના અતિરેક અને આયાસવાળી રચના છે. જ્યારે રાજેન્દ્ર શાહનું આ ગીત ઉદ્દાત, સાત્વિત, આહ્‍લાદક, લયાતુર અને પ્રેમ ભર્યું ગીત છે. કોઇને પણ ગાવાનું, સાંભળવાનું અને સંભળાવવાનું મન થાય એવું.

કવિ દેશભકિતનો પ્રયાસ નથી કરતા. માત્ર આનંદના અતિરેકમાં એનું પૂણ્યગાન કરે છે.

કવિ ભારતનું વર્ણન કરતા કહે છે: જય નિખિલ વ્યાપ્ત પ્રચંડતામય નિત્ય નૂતન પર્વ હે!... વાહ!... આવા શબ્દો પાસે તો કવિવર ટાગોર પણ ઝૂમી ઉઠે.

અહીં સ્વ. અજીત શેઠ (ગુજરાતના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક) અને તેમના કોરલ વૃંદ સંગીત ભવન ટ્રસ્ટ દ્વાર સ્વર નિયોજીત રચના રજૂ કરું છું.


Upload music at Bolt.

Thursday, July 06, 2006

ગુજરાતી કવિતાનુ‍ નવું ઘર

ગુજરાતી કવિતાએ પોતાનું નવું ઘર બનાવ્યું છે.

નિર્વિવાદ રીતે 'વેબલોક'માં તો આ સાઈટ ગુજરાતી કવિતાનુ‍ આ પહેલું અને કાયમી સ્થાન હશે... એટલે કે કવિ અને કવિતા અને માત્ર કવિ અને કવિતા વિશે આ પ્રથમ વેબ સાઈટ છે.

જુઓ આ નવી વેબસાઈટ 'કાવ્યોત્સવ'

[ખાસ નોંધ: કાવ્યોત્સવ હજી 'બીટા' સ્ટેજમાં છે. તેના સંપૂર્ણ સ્વરૂપમાં જુલાઇ માસના અંત સુધી આપની સમક્ષ પ્રગટ થશે. ત્યાં સુધી ખામીઓ, ત્રૂટિઓ અને ક્ષતિઓને નજરઅંદાજ કરવા વિનંતી છે. વાચકો દ્વાર ઉમેરા, સુધાર અને એકાઉન્ટ ક્રિએશન હાલ પુરતા બંધ છે. આપની પ્રતિક્રિયાઓ અને સુચનો આ વેબ સાઈટ પર અથવા મને "hemangkris@gmail.com" પર મોકલવા વિનંતી છે.]

કાવ્યોત્સવ એ નવી દૂનિયા, નવી અનુભૂતિની વેબ સાઇટ છે. તે આપણા માનવહોવાનો ઉત્સવ છે. કાવ્યોત્સવ આધુનિક પણ માનવીય અનુભૂતિ માટેની એક અંક બારી(ડિજીટલ વિન્ડો) બનવાનું ધ્યેય રાખે છે.

કાવ્યોત્સવ સહિયારી (કોલોબોરેટેવ) વેબ સાઇટ છે. કોઇ પણ વ્યક્તિ કોઇ પણકવિતા કે ટિપ્પણ આ વેબ સાઇટ પર પ્રગટ કરી શકે છે. અહીં માત્ર કોઇક એકસંપાદક કે કોઇક એક જૂથને ગમતી કવિતાઓ રજૂ કરવાની ઇચ્છા નથી, પણ કવિતાનારચયિતાઓ અને ચાહકો બંને સહજ રીતે મળી શકે અને રસાસ્વાદ કરી શકે એ એનો હેતૂછે. હા, અહીં નવા કવિઓ એટલે કે છેલ્લા એકાદ દાયકામાં લખતા થયેલા કેગ્રંથસ્થ થયેલા કવિઓને પ્રાધાન્ય ચોક્કસ મળશે.

તમે કવિ હો કે વાચક, કાવ્યોત્સવના માનદ સંપાદક બની શકો છો. તમારીપોતાની રચના કે તમને ગમતી કોઇપણ રચના થોડી પળોની મહેનત લઇ કાવ્યોત્સવ પરરજૂ કરી શકો છો.

કાવ્યોત્સવ મુખ્યત્વે વેબ પેજના ડિજીટલ લખાણ દ્વારા ગુજરાતી કવિતાનેશાશ્વત જીવન આપવાનો પ્રયાસ છે. કાવ્યોત્સવ કવિને પુસ્તક અને પ્રાકશકોનાબંધનમાંથી મુક્ત કરી અને બહોળા ચાહક વર્ગ સુધી લઇ જશે.